Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરથેલેસેમિયા સામે લડતા બાળકો માટે પોલીસની જીવન રક્ષક પહેલ

થેલેસેમિયા સામે લડતા બાળકો માટે પોલીસની જીવન રક્ષક પહેલ

જામનગર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ

થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો માટે પોલીસ દ્વારા જીવનરક્ષક પહેલ હાથ ધરતાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાઇ રક્તદાન કર્યું હતું.

- Advertisement -

જામનગર પોલીસ દ્વારા જી.જી. હોસ્પિટલ અને જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી જામનગરના સહયોગથી થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો માટે આજરોજ જામનગર શહેરમાં ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, ગાંધીનગર મેઇન રોડ, જામનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આર.બી. દેવધા, પીઆઇ એમ.વી. મોઢવાડીયા સહીતના અધિકારીઓ, જામનગર શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગડચર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, અગ્રણી ગિરીશભાઇ અમેથીયા તેમજ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તેમજ રક્તદાનમાં પણ મોટી સંખ્યામાં જોડાઇ રક્તદાન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular