ધ્રોલ-જોડિયા માર્ગ પર માવાપર ગામના પાટિયાથી લતીપર ગામની ગૌશાળા સુધીના રોડ ઉપરથી એલસીબીની ટીમે બોલેરો પીકઅપ વાનને આંતરીને તલાશી લેતાં ઘરવખરીના સામાનની આડમાં સંતાડેલી 335 નંગ દારૂની બોટલ અને 335 નંગ બિયરના ટીન મળી કુલ રૂા. 6,41,815નો મુદામાલ કબ્જે કરી ચાલક તથા માલિકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
દરોડા અંગેની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ-જોડિયા રોડ ઉપર માવાપર ગામના પાટિયાથી લતીપર ગામની ગૌશાળા સુધીના માર્ગ ઉપરથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
View this post on Instagram
તે દરમ્યાન જીજે06 ઝેડઝેડ 9799 નંબરના બોલેરો પીકઅપ વાનના ચાલકે તેનું વાહન બેફિકરાઇથી ચલાવી પોલીસને જોઇ વાહન મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ એલસીબીની ટીમે વાહનની તલાશી લેતાં ઘરવખરીના સામાનની આડમાં સંતાડેલો રૂા. 1,89,415.70ની કિંમતની 335 બોટલ મોટી બોટલો તથા રૂા. 14,400ની કિંમતની 48 નાની બોટલ અને રૂા. 33,500ની કિંમતના 335 નંગ બિયરના ટીન તથા રૂા. 4500ની કિંમતનો ઘરવખરીનો સામાન મળી આવતાં પોલીસે રૂા. ચાર લાખની બોલેરો પીકઅપ વાન અને દારૂની બોટલો સહિત કુલ રૂા. 6,41,815.70નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બોલેરો પીકઅપ વેનના ચાલક અને માલિકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાંથી પસાર થતાં જીજે10 ઇજે 6989 નંબરના બાઇકને આંતરીને સિક્કા પોલીસે તલાશી લેતાં બાઇકમાંથી રૂા. 4760ની કિંમતની સાત બોટલ દારૂ મળી આવતાં મીરાબેન પ્રવીણ ખાંડેખા અને કરણસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ત્રીજો દરોડો જામનગર તાલુકાના સિકકામાં ડીસીસી જેટી પાસેથી પસાર થતાં અસગર મુસા સુંભાણિયા (ઉ.વ.48) નામના શખ્સને સિકકા પોલીસે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 1500ની કિંમતની ત્રણ બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત ચોથો દરોડો જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીકથી પસાર થતાં પંકજ ઉર્ફે પોપટ વિજય પરમાર (ઉ.વ.27) નામના શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 3 હજારની કિંમતની 6 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


