જામનગર શહેરના સાત રસ્તા નજીક ઝૂંપડા બાંધીને વસવાટ કરતા લોકોના સામાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
પ્રાથમિક વિગતો મુજબ, સાત રસ્તા નજીક ઝૂંપડામાં રહેતા લોકોના ઘરવખરીના સામાનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના કારણે ઝૂંપડામાં રાખેલો સામાન આગની ઝપેટમાં આવવા લાગતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી.
View this post on Instagram
ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરોનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી અને આગ વધુ ફેલાતી અટકાવી હતી.


