જામનગરના હાપા જલારામ મંદિરે આજે 227મી જલારામ જયંતીની ભવ્ય ઉજવતી અંતર્ગત બાપાને 111 પ્રકારના રોટલાનો અનોખો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આજે પૂજ્ય જલારામ બાપાની 227ની જન્મ જયંતીની ઉજવણી વીરપુર સહિત સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં પણ જલારામ જયંતીની ભવ્ય ઉજવણી અંતર્ગત જામનગરના હાપામાં આવેલા જલારામ મંદિરમાં આજે જુદા જુદા અનાજનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના 111 રોટલાનો ભવ્ય અન્નકૂટ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ મહારોટલાના અન્નકૂટના દર્શન આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. સંત જલારામ બાપા પ્રત્યે અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરવા અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. કાઠિયાવાડની પરંપરા, સંસ્કૃતિ અને અન્નસેવાની ભાવનાને ઉજાગર કરતાં આ ભવ્ય અન્નકૂટના અનોખા દર્શનનો લાભ લેવા મોટી સંખ્યા જલારામ ભક્તો ઉમટયા હતા.
View this post on Instagram
હાપા જલારામ મંદિર દ્વારા સંત જલારામ બાપાના જીવનભર માનવસેવા અને અન્નસેવાના સંદેશને સાર્થક કરવા આ જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા મહોત્સવમાં બાજરી, મકાઇ, જુગાર સહિતના અનાજ દ્વારા અલગ અલગ પ્રકારના 111 રોટલાનો અન્નકૂટ બાપાના ચરણોમાં ધરવામાં આવ્યો હોવાનું રમેશભાઇ દત્તાણી દ્વારા જણાવાયું હતું.


