Monday, November 16, 2026
Homeરાજ્યહાલારબાલવામાં ખેડૂત યુવાનનું બિમારી સબબ મોત નિપજયું

બાલવામાં ખેડૂત યુવાનનું બિમારી સબબ મોત નિપજયું

જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતાં અને ખેતી કરતાં યુવાનને કમળો અને કિડનીની બિમારી થતાં તબિયત લથડતાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતા અને ખેતી કરતાં દેવાભાઇ કારાભાઇ મુછાર (ઉ.વ.47) નામના યુવાનને એક વર્ષથી કમળો થયો હતો અને કિડની તથા લિવરની બિમારી પણ થઇ હતી. બિમારી દરમ્યાન ગત્ તા. 02ના રોજ વહેલી સવારના સમયે યુવાનને ઉલ્ટી થતાં બેશુદ્ધ થઇ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ આર. એ. વાઘ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular