Monday, November 16, 2026
Homeરાજ્યજામનગરસંત શિરોમણી પ. પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી - VIDEO

સંત શિરોમણી પ. પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી – VIDEO

વિક્રમ સંવત 2083, કારતક સુદ સાતમ સંત શિરોમણી પ. પૂ. જલારામબાપાની 227 મી જન્મજયંતિનો ઉત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની 28મી નાત (સમૂહ ભોજન)નું જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જે અંતર્ગત ગઈકાલે સ્વયંસેવકોનું સંમેલન યોજાયા બાદ આજે જલારામ જયંતિના દિવસે સવારે ગૌશાળામાં ઘાસ લાડુ વિતરણ તથા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન સમારંભ (માસ્તાન), જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, થેલેસેમીયા કેમ્પ તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતીના સમૂહ ભોજન (નાત) સહિત કાર્યક્રમો જલારામનગર, પ્રણામી સંપ્રદાય મેદાન, હિરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેન્ક સામે જામનગર ખાતે યોજાયા હતાં. સૌપ્રથમ જલારામ બાપાની આરતી કરવામાં આવી હતી. જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનિષભાઈ તન્ના તથા જી. જી. હોસ્પિટલના ડીન ડો. વિજય પોપટ, ડો. અજય તન્ના સહિતના સ્થાપક સદસ્યોના નેજા હેઠળ જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ ડી. બદયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદીપ મોદી, હિરેન રૂપારેલિયા, નીશીત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢિયા સહિતના દ્વારા જહેમત ઉઠવાઈ હતી.આ તકે રઘુવંશી અગ્રણી દિનેશભાઈ મારફતિયા, રાજુભાઇ મારફતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular