Monday, November 16, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે સ્થળોએ જુગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં બે સ્થળોએ જુગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 10,150ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં. જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં તીનપતી રમતાં 6 શખ્સોને પોલીસે રૂા. 10,140ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધાં હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન સુનિલ કિશોર રોલિયા, સંજય નારણ મકવાણા, નરશી ચના જાદવ, દિનેશ પબા જાદવ, અમિત કિશોર મકવાણા નામના પાંચ શખ્સોને રૂા. 10,150ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં ગૌશાળાની બાજુમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાતા સ્થળે એએસઆઇ એલ. આર. ચાવડા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન મહેશ દેવા કરંગિયા, સુભાષ ખીમા કરમુર, ધીરુ ધરણાંત ગોજિયા, રાજેશ હમીર ડાંગર, મુકેશ દેવાણંદ કરંગિયા, વજશી અરજણ કરંગિયા નામના 6 શખ્સોને રૂા. 10,140ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular