Sunday, October 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ઘોડીપાસા રમાતા બે સ્થળે પોલીસ ત્રાટકી, 12 શખ્સો ઝબ્બે

જામનગરના ઘોડીપાસા રમાતા બે સ્થળે પોલીસ ત્રાટકી, 12 શખ્સો ઝબ્બે

- Advertisement -

જામનગરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાંથી સિટી એ પોલીસે પાંચ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા.41500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર સીદીપીરની શેરી બાપુના ડેલા પાસેથી સાત શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11,550ની રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં કાલીન્દ્રી સ્કૂલની બાજુવાળી શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન અમિત સુભાષ ગંઢા, જયેશ કિશોર સોલંકી, બાબુલાલ દિનેશ ગોહિલ, હિતેશ જેરામ ઢાકેચા તથા મિલન દિલીપ ગંઢા નામના પાંચ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.26,800 ની રોકડ રકમ, રૂા.15000 ની કિંમ્તની ત્રણ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.41,800 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં સીદીપીરની ડેરી બાપુના ડેલા પાસે પાણીના ટાંકા નજીક જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન વિજય નયન ચાવડા, ધર્મેન્દ્ર છગનલાલ ચૌહાણ, અકરમ કાસમ દરજાદા, બુધ્ધદેવ પ્રતાપ ઝાલા, ધવલ હરીશ ચૌહાણ, શ્યામ હરીશ ધંધુકીયા તથા નવીન ભીમજી ચાવડા નામના સાત શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11,550 ની રોકડ રકમ તથા રૂા.20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.32050 ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular