જામનગર અને દેવભુુમિ દ્વારકાના ૪૨ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ કરવામા આવી. અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસ કરવામા આવી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહિવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા પીરોટન ાપુ સહિત ૭ ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. એસઓજી, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોને મોકલી તપાસ કરાઈ. ડ્રોન મારફતે પણ ટાપુઓ પર ચેકિંગ હાથ ધરાયું. ડ્રગ્સ, નાર્કોટિક્સ ને લઈ ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્રારા એકશન લેવાયા.
પાકિસ્તાનનથી નજીક હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ગણતા ટાપુઓ પોલીસની સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી. સુરક્ષા મુદે કોઈ કચાસ ના રહે તે માટે આઈજી અશોકકુમાર યાદવ દ્રારા બંન્ને જિલ્લામા કવાયત કરવામા આવી. જે આંતરિક સુરક્ષા માટે મુદ્દા જરૂરી હશે તે તમામ મુદ્દા પર પોલીસ કામગીરી કરશે.