Friday, February 14, 2025
Homeરાષ્ટ્રીય12 લાખ સુધીની આવક ટેકસ ફ્રી

12 લાખ સુધીની આવક ટેકસ ફ્રી

મિડલ ક્લાસ પર લક્ષ્મીજીની કૃપા, આવકવેરામાં મોટી રાહત

- Advertisement -

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગ માટે લક્ષ્મીકૃપા વરસી હોય તેમ વર્ષે રૂપિયા 12 લાખ સુધીની આવક ટેકસ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને બજેટની સૌથી મોટી જાહેરાત માનવામાં આવી છે. આવકવેરામાં કરવામાં આવેલા ફેરફારથી મધ્યમ વર્ગને મોંઘવારીથીમાંથી રાહત મળશે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર 12 થી 16 લાખની આવક પર 15 ટકા ટેકસ, 16 થી 20 લાખની આવક પર 20 ટકા અને 20 થી રપ લાખની આવક પર 25 ટકા જયારે રપ લાખથી વધુની આવક પર 30 ટકા ઇન્કમટેકસની જાહેરાત કરવામાં આવી છે.2047માં વિકસીત ભારતની યાત્રામાં હવે મહત્વપુર્ણ પડાવ વચ્ચે આજે નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલા કેન્દ્રીય બજેટમાં દેશના એક િશાળ વર્ગની ખરીદશક્તિ વધારવા માટેના બુસ્ટર ડોઝ જાહેર કર્યા છે.ખાસ કરીને વિશાળ મધ્યમવર્ગના ખીસ્સામાં નાણા રહે તે નિશ્ચિત કર્યુ કે, મોદી 3.0 સરકારનુ આ પ્રથમ પુર્ણ બજેટ એક તરફ બદલાયેલા વૈશ્વિક પરિબળો અને ઘરઆંગણે ધીમા પડેલા અર્થતંત્રના પડકારો ઉપાડી લેવાની દેશની ક્ષમતા નિશ્ચિત કરી છે.ગઈકાલે સંસદમાં જે આર્થિક સર્વે રજુ થયો તેમાં વિકાસદર 6.5 થી 6.8% રહેશે તેવો અંદાજ સાથે અર્થતંત્ર સામેના પડકારોની હારમાળા રજૂ થઈ હતી અને બજેટમાં લોકો માટે કોઈ કરબોજ વધે નહી અને વિકાસની ગતિ જળવાઈ રહે તે નિશ્ચિત કર્યુ છે.

- Advertisement -

બજેટ સ્પીચ દરમ્યાન શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ : નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આજે જયારે કેન્દ્રિય બજેટ રજૂ કરી રહયા ત્યારે તેમની સ્પીચ દરમ્યાન ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હતો. દર મિનિટે સેન્સેકસ અને નિફટીમાં મોટા-મોટા ફેરફારો થઇ રયા હતા. કયારે બજાર માઇનસમાં તો કયારેક પ્લસમાં આવી જતું હતું. જયારે ઇન્કમટેકસ સ્લેબની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અચાનક જ બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે 400 પોઇન્ટ માઇનસ ચાલી રહેલો સેન્સેકસ બે મિનિટમાં 200 પોઇન્ટ પ્લસ થઇ ગયો હતો.

આવતા અઠવાડિયે આવશે નવું ઈન્કમ ટેક્સ બિલ

- Advertisement -

નાણાંમંત્રીએ આજે રજૂ કરેલા બજેટમાં એક મોટું એલાન કરતાં જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે સંસદમાં નવું ઇન્કમટેસ બિલ લાવવામાં આવશે. જેમાં ઇન્કમટેકસના કાયદાઓ અંગે નવી જોગવાઇઓ કરવામાં આવશે.
તમામ સરકારી શાળાઓને બ્રોન્ડબેન્ડ કનેકટિવીટી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ડિજિટલ શિક્ષણ સંશાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.
મત્સ્યપાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાત
કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.
ઈન્ડિયન પોસ્ટ માટે નાણામંત્રીનું મોટું એલાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઈન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે. આ સાથે દેશમાં ઈંઈંઝ ઈન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે.
ફૂટવેર યોજનાની જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે અમે એક ફૂટવેર યોજના બનાવી છે જે ેઠળ ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્રને આવરી લેવાશે. તેમાં 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનું લક્ષ્ય રખાયું છે.
આઇઆઇટીમાં 6500 નવી સીટ
દેશમાં જુદી જુદી આઇઆઇટીમાં 6500 જેટલી નવી સીટ વધારવામાં આવશે. આ સિવાય મેડીકલમાં પાંચ વર્ષમાં 7500 સીટનો ઉમેરો કરવામાં આવશે. જ્યારે ત્રણ નવા આઇઆઇટી સેન્ટર ખોલવામાં આવશે. આ માટે રૂા. 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. યુવાનોને કૌશલ્યથી સજ્જ કરવા માટે પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાના ડિઝિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના ઉપદેશ સાથે ભારતીય ભાષા પુસ્તક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવશે.

પર્વતીય વિસ્તારોમાં નાના એરપોર્ટ, 120 જગ્યા માટે ઉડાન સ્કીમ

- Advertisement -

બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ કહ્યું કે સરકારે 7 ટેરિફ રેટને હટાવવાનો નિર્ણય કર્યો છે. તેના બાદ 8 ટેરિફ રેટ જ રહી જશે. સોશિયલ વેલફેર સરચાર્જ હટાવવાનો પ્રસ્તાવ અપાયો છે.
આ ઉપરાંત બજેટમાં 1 લાખ અધૂરા મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે. સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્ષ બનાવવામાં આવશે. પર્વતીય વિસ્તારોમાં નાના એરપોર્ટ બનાવવા તેમજ 120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે એક લાખ કરોડનું ફંડ આપવામા આવશે. જયારે મિથિલાંચલ માટે ખાસ સિંચાઇ યોજનાની જાહેરાત નાણાંમંત્રી દ્વારા કરવામાં આવશે.

ટોય મેન્યુફેક્ચરિંગ માટે મેક ઈન ઈન્ડિયા સ્કીમ

ટોય મેન્યુફેકચરીંગ માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્કીમ શરૂ કરવામાં આવશે. 5 લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ માટે વિશેષ અનુકૂળ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે. AIP ને સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 91 હજાર કરોડથ વધુ સબમિશન મળ્યા છે. 10 હજાર કરોડનું નવું યોગદાન આપશે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો 7.5 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યા છે. આ MSME, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં 45 ટકા યોગદાન આપી રહ્યા છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાની જાહેરાત

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular