Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરપોક્સો કેસમાં એક શખ્સને 20 વર્ષની સજા ફટકારતી પોક્સો કોર્ટ

પોક્સો કેસમાં એક શખ્સને 20 વર્ષની સજા ફટકારતી પોક્સો કોર્ટ

ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા હુકમ

લાલપુરના જોગવડ ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની સખત જેલ તથા ભોગ બનનારને વળતરપેટે રૂા. 4 લાખ ચૂકવવા પણ સ્પે. પોક્સો કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુરના જોગવડ ગામે ઝુંપડું બાંધીને રહેતા પરિવારની સગીર વયની પુત્રી સાથે મૂળ ધાર જિલ્લાના આરોપી ધર્મેન ધુમા વસુનિયા સગીરાની બાજુમાં ઝુંપડું બાંધી રહેતો હોય ત્યારે સગીરાને અવારનવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ ભોગ બનનારે તેના પિતાને કરતાં મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂઘ્ધ ફરિયાદ દાખલ કરાઇ હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસ જામનગરની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારપક્ષે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ વગેરે ઘ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 4 લાખ ભોગ બનનારને સરકારી સહાય યોજના હેઠળ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારપક્ષે જામનગરના સિનિયર મદદનિશ જિલ્લા સરકારી વકીલ મુકેશકુમાર પી. જાની રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular