Wednesday, July 9, 2025
Homeરાજ્યજામનગરરણજિતસાગર ડેમમાં નવા નિરના વધામણા કરતાં જામ્યુકોના પદાધિકારીઓ-અધિકારીઓ - VIDEO

રણજિતસાગર ડેમમાં નવા નિરના વધામણા કરતાં જામ્યુકોના પદાધિકારીઓ-અધિકારીઓ – VIDEO

મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત

જામનગરના રણજિતસાગર ડેમમાં નવા નિરની આવક સાથે ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રણજિતસાગર ડેમ ખાતે નવા નિરના વધામણા કરી મ્હોં મીઠાં કરાવ્યા હતા.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં રવિવારે મેઘરાજાની પધરામણી થઇ હતી. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પરિણામે પ્રથમ વરસાદે જ રણજિતસાગર ડેમમાં નવા નિરની આવક થવાની સાથે રણજિતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો. જામનગર શહેરની જીવાદોરીસમાન અને શહેરીજનોને પીવાનું પાણી પૂરૂ પાડતો રણજિતસાગર ડેમ ઓવરફ્લો થતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશો દ્વારા નવા નિરના વધામણાં કરવામાં આવ્યા હતા. જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઇ કકનાણી, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશભાઇ જાની, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠિયા, અરવિંદભાઇ સભાયા, પાર્થભાઇ જેઠવા, તૃપ્તિબેન ખેતિયા, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રણજિતસાગર ડેમમાં પુષ્પ અને શ્રીફળ પધરાવી નવા નિરના વધામણાં કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular