Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રીની ટીકા ઉત્સવની અપીલનો જામનગરમાં ધબડકો

પ્રધાનમંત્રીની ટીકા ઉત્સવની અપીલનો જામનગરમાં ધબડકો

- Advertisement -

દેશમાં વકરી રહેલી કોરોનાની મહામારી સામે એકમાત્ર હથિયાર વેક્સિન હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના મુખ્યંત્રીઓ સાથે યોજેલી બેઠકમાં 11 થી 14 એપ્રિલ સમગ્ર દેશમાં ટીકા ઉત્સવ ઉજવવાની અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલથી બિલકુલ ઉલટ જામનગરમાં ટીકા ઉત્સવનો ધબડકો થયો હોય તેમ છેલ્લાં બે દિવસમાં વેક્સિનેશનના આંકડામાં જબ્બર ઘટાડો નોંધાયો છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં લોકોને આપવામાં આવતી વેક્સિનની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળના કોઇ કારણો જામ્યુકોનું તંત્ર રજૂ કરી શકયું નથી. આમ જામનગર શહેરમાં મોદીના ટીકાકરણ ઉત્સવને ફટકો પડયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

- Advertisement -

પ્રાપ્ત આંકડાઓ અનુસાર ગત 9 એપ્રિલે શહેરમાં 4,113 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જયારે 10 એપ્રિલે આ આંકડો 4,558 રહ્રયો હતો. આ આંકડા ખૂબજ ઉત્સાહ જનક જણાઇ રહયા હતા. પરંતુ વડાપ્રધાને જેવી ટીકા ઉત્સવ ઉજવવાની અપીલ કરી કે જામ્યુકોનું તંત્ર પાણીમાં બેસી ગયું હોય તેમ ટીકાકરણની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો થઇ ગયો છે. 11 એપ્રિલે 2,925 અને 12 એપ્રિલ 2,412 લોકોને જ જામ્યુકોનું તંત્ર વેક્સિન આપી શકયું હતું. વેક્સિનેશનની સંખ્યામાં થયેલાં આ ઘટાડા અંગે અમે જામ્યુકોના મેડિકલ ઓફિસર ડૉ. ઋજુતા જોષીના સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાબેતા મુજબ તેઓએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી. એવી જ રીતે જામ્યુકોના ડીએમસી વસ્તાણીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં 3-4 પ્રયાસ બાદ તેમણે ફોન રિસીવ કર્યો પરંતુ તેમની પાસે વેક્સિનેશનના ઘટાડા અંગેના કોઇ કારણો કે માહિતી ઉપલબ્ધ ન હતી.

આખરે તેમણે પોતે મીટિગમાં હોવાનું બહાનું આગળ ધરી ફોન કોલ ટૂંકાવવામાં સમજદારી દર્શાવી હતી. આમ વડાપ્રધાનની ટીકા ઉત્સવની અપીલનો જામનગરમાં ધબડકો થયો હોય તેવો તાલ સર્જાયો છે. શું જામનગર મહાપાલિકા અને રાજય સરકારમાં સત્તા સ્થાને રહેલાં ભાજપાના નેતાઓ અને સત્તાધિશો આ બાબતની નોંધ લેશે ખરા ? શું મોદીની અપીલને માન આપશે ખરા ?

- Advertisement -

છેલ્લાં 4 દિવસના રસીકરણના આંકડા

 9, એપ્રિલ              4113

- Advertisement -

10, એપ્રિલ             4558

11, એપ્રિલ             2925

12, એપ્રિલ             2412

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular