Saturday, June 14, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના જલારામ ભક્તો દ્વારા વિરપુરની પદયાત્રા

ખંભાળિયાના જલારામ ભક્તો દ્વારા વિરપુરની પદયાત્રા

સતત 23 માં વર્ષે પદયાત્રાનું આયોજન

હોળીના તહેવારોમાં ખંભાળિયાથી વિરપુર જવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ શુક્રવારે સાંજે અહીંના જલારામ મંદિર ખાતેથી જલારામ ભક્તોની એક ટીમે બાપાના આશીર્વાદ લઇ અને પ્રસ્થાન કર્યું હતું. અહીંના રઘુવંશી અગ્રણી અમિતભાઈ લાલ તથા સેવાભાવી યુવાઓ – કાર્યકરોની ટીમ ખંભાળિયાથી ચાલીને વીરપુર જઈ, તારીખ 6 ના રોજ જલારામ બાપાના દર્શન કરીને ખંભાળિયા પરત આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2000 થી નિયમિત રીતે યુવાનો-કાર્યકરો દ્વારા આ રીતે હોળી પર્વે ચાલીને જલારામ બાપાના દર્શન કરવાની પરંપરાએ 23 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular