Saturday, July 12, 2025
Homeરાજ્યજામનગરજયભગવાન સોસાયટી વિસ્તારમાં કેનાલમાં ગંદકીથી લોકો પરેશાન

જયભગવાન સોસાયટી વિસ્તારમાં કેનાલમાં ગંદકીથી લોકો પરેશાન

જામનગર શહેરના વોર્ડ નં.5 માં આરામ કોલોની પાછળ આવેલ જય ભગવાન સોસાયટી વિસ્તારમાં આવતી કેનાલમાં છેલ્લાં ચાર વર્ષથી કચરો ભરેલો પડયો હોય, કોઇ જ સફાઈ કરવામાં આવી ન હોય, રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી હોય, આ કેનાલમાં સફાઈના અભાવે પાણી ભરાઈ તો લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શકયતા રહેલી છે. જેને ધ્યાને લઇ આ વિસ્તારના રહેવાસીઓએ મેયર બિનાબેન કોઠારીને પણ આ અંગે રજૂઆત કરી હતી. મેયર દ્વારા આ અંગે સકારાત્મક પ્રતિત્યુતર આપતા વહેલીતકે આ કેનાલની સાફ સફાઈ કરવાના આદેશ આપ્યાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular