Friday, July 10, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પવનચકકી નજીક ખોદકામથી લોકો પરેશાન - VIDEO

જામનગર શહેરમાં પવનચકકી નજીક ખોદકામથી લોકો પરેશાન – VIDEO

અવારનવાર સર્જાતો ટ્રાફિકજામ

જામનગર શહેરમાં પવનચક્કી સર્કલ નજીક જામનગર મહાનગરપાલિકાના ચાલતા કામ દરમ્યાન ખોદકામથી લોકો ત્રાહિમામ થયા છે અને અવારનવાર ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાય છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પવન ચકકી સર્કલ નજીક કેટલાંક કામો ચાલી રહ્યાં છે. જેની ધીમી ગતિને કારણે મસમોટા ખાડા ઘણાં દિવસથી હોય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા પંદરેક દિવસથી આવી પરિસ્થિતિ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ખાસ કરીને સવાર-સાંજના સમયે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. જેના પરિણામે વાહનોની લાંબી કતારો લાગે છે અને લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની શોધખોળ કરવી પડે છે. આથી આ સમસ્યાના નિરાકરણની માંગણી લોકો કરી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular