કોરોનામાંથી સાજા થનાર લોકોને ઝપેટમાં લેતી મ્યુકોરમાઇસીસના બીમારીનો કહેર વધી રહ્યો છે. ગુજરાતના મહાનગરોમાં અનેક લોકો આ બીમારીનો ભોગ બન્યા છે. પરિણામે આજે સરકાર દ્રારા જણાવવામાં આવ્યું છે કે મ્યુકોરમાઇસીસના દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન રાજ્યની 7 મહાનગર પાલિકાની સિવિલ હોસ્પિટલમાંથી મળશે.
મ્યુકોરમાઇસીસના ઇન્જેક્શન રાજ્યની 7 મનપાની 8હોસ્પિટલોમાં મળશે જેમાં અમદાવાદ શહેરમાં 2 જગ્યા પર, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત અને વડોદરાથી મળશે. જામનગરની જીજી હોસ્પિટલમાં, અમદાવાદની એસવીપી હોસ્પિટલ અને GMERS સોલા સિવિલ હોસ્પિટલમાં, ગાંધીનગરની GMERS હોસ્પિટલમાં, ભાવનગરની સર ટી હોસ્પિટલમાં, રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં, સુરતની સ્મીમેર હોસ્પિટલ, વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાંથી મ્યુકોરમાઇસીસના દર્દીઓની સારવાર માટે ઇન્જેક્શન મળશે.
જે દર્દીઓએ ઇન્જેક્શન લેવાના હોય તેમની વિગત, આધારકાર્ડ, ડોક્ટરનું ભલામણ પત્ર આપવાનું રહેશે. તેમજ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાની સુચના આપવમાં આવી છે. હોસ્પિટલના તજજ્ઞો દ્રારા ડોક્યુમેન્ટની ખરાઈ કરી ઇન્જેક્શન આપવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય કમિશ્નર દ્રારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
જાણો કેટલી કિંમતમાં મળશે ઇન્જેક્શન