Friday, December 6, 2024
Homeરાષ્ટ્રીયછાત્રોની આત્મહત્યા માટે માતા-પિતા જવાબદાર : સુપ્રિમ કોર્ટ

છાત્રોની આત્મહત્યા માટે માતા-પિતા જવાબદાર : સુપ્રિમ કોર્ટ

કોટા આત્મહત્યા મામલે સુપ્રિમ કોર્ટનું અવલોકન ‘ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે પેરેન્ટસ’

- Advertisement -

કોટા આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે. એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જ જવાબદાર છે. આ સાથે કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં 24 બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની ઈચ્છાથી મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. ટોચની અદાલત મુંબઈ સ્થિત ડોક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.

આ સાથે, તેણે પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. તમને જણાવી દઈએ કે કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર 14-16 વર્ષની વચ્ચે છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજસ્થાનના કોટામાં NEET અને JEE કોચિંગ માટે આવેલા 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડો છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે.

આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે કોચિંગ સંસ્થાઓને વિશેષ ભલામણો પણ કરવામાં આવી છે. આમ છતાં આપઘાતના કેસમાં કોઈ ઘટાડો થયો નથી. સુપ્રિમ કોર્ટનું આ નિવેદન બાળકો પાસે વધુ પડતી અપેક્ષાઓ રાખતાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular