Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરઆરોપી પુત્રને ભગાડી દેવા માતા-પિતા દ્વારા પોલીસ સાથે ધક્કામુક્કી

આરોપી પુત્રને ભગાડી દેવા માતા-પિતા દ્વારા પોલીસ સાથે ધક્કામુક્કી

જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતાં શખ્સ વિરૂદ્ધ નોંધાયેલા ગુનામાં કોર્ટમાંથી જામીનમુક્ત થયા બાદ જિલ્લાની હદમાં પ્રવેશવાની મનાઇ હોવા છતાં ગામમાં આવી ધરપકડ ન થાય તે માટે તેના માતા-પિતાએ પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી ધક્કામુક્કી કરી શખ્સને પુત્રને ભગાડી દીધાના બનાવમાં પોલીસે આરોપી અને તેના માતા-પિતા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતાં ભીષ્મરાજસિંહ હઠીસિંહ જાડેજા મારામારીના કેસમાં સંડોવાયેલો હોય અને અગાઉના ગુનામાં કોર્ટ દ્વારા જામનગર જિલ્લાની હદમાં પ્રવેશવા પ્રતિબંધ સાથે જામીનમુક્ત થયો હતો. તેમ છતાં ભીષ્મરાજસિંહે કોર્ટના આદેશનો ભંગ કરી સરમત ગામમાં તેના ઘરે આવ્યો હતો. ગામમાં તેના કૌટુંબિક ભત્રીજા પૃથ્વીરાજસિંહ હનુભા જાડેજા ઉપર ધારિયુ અને છરી સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ભીષ્મરાજસિંહે છુટા પથ્થરોના ઘા ઝિંકયા હતા. આ બનાવમાં ફરિયાદ નોંધાતા એએસઆઇ સી. ડી. ગાંભવા તથા સ્ટાફ ભીષ્મરાજસિંહની ધરપકડ કરવા માટે તેના ઘરે ગયા હતા. તે દરમ્યાન તેની ધરપકડ ન થાય તે માટે પોલીસની ફરજમાં તેના માતા-પિતાએ અવરોધ ઉભો કર્યો હતો.

પુત્રની ધરપકડ કરવા આવેલા પોલીસકર્મીને હઠીસિંહ જાડેજા અને તેના પત્નીએ પોલીસકર્મીને, “તમને નોકરી નહીં કરવા દઇએ.” તેવી ધમકી આપી હતી અને પુત્ર ભીષ્મરાજસિંહને ભગાડી મુકવા માટે પોલીસકર્મીને પકડી રાખી ધક્કામુક્કી કરી હતી. તે દરમ્યાન ભીષ્મરાજસિંહ એએસઆઇને ધક્કો મારી નાસી ગયો હતો. ત્યારે હઠીસિંહ અને તેના પત્નીએ પુત્રની ધરપકડ ન થાય તે માટે પોલીસકર્મીને સામનો કરી પુત્રને ભગાડી મુકવામાં એકબીજાની મદદ કરી હતી. આ બનાવમાં એએસઆઇ સી. ડી. ગાંભવા દ્વારા નાસી ગયેલા ભીષ્મરાજસિંહ અને તેને ભગાડવામાં મદદ કરનાર અને પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર પિતા હઠીસિંહ જાડેજા અને માતા વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular