વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર સોબર્સનું નિધન થતાં જામનગરના જામસાહેબએ તેમની રમતને યાદ કરી શ્રઘ્ધાંજલી આપી હતી.
જામનગરના જામસાહેબ જામ શત્રુશલ્યજીએ જણાવ્યું છે કે વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના અવસાન સાથે આજે વિશ્વ સર્વકાલીન મહાન ક્રિકટર માના એકને દુ:ખદ અંતિમ વિદાય આપી રહ્યું છે. ગેરી સોબર્સ કોઇપણ દલીલ વિના વિશ્વના સૌથી સંપુર્ણસિઘ્ધ ઓલ રાઉન્ડર ક્રિકેટર હતાં. આટલા અદભૂત અને શાનદાર ક્રિકેટરનો અનુભવ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તે બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ ખાસ કરીને બન્ને હાથોથી થ્રો કરી શકતા હતાં. તેમજ બોલીંગમાં ઇનસ્વીંગરસ, આઉટ સ્વીંગરસ, મઘ્યમગતિના લેગ કટર, ઓફ કટર ઉપરાંત સ્લો સ્પીંનીંગ પણ કરી શકતા હતાં. તેમજ ઓપનીંગથી લઇ ટેલેન્ડર સુધી કોઇપણ ક્રમે ગમે ત્યાં બેટીંગ કરી શકતા હતાં. રસદપ્રદ બાબત એ છે કે તેણે મોટાભાગે નંબર 6 પર બેટીંગ કરીને પોતાના રેકોર્ડ બનાવ્યા હતાં. તેઓ એક સારા વિકેટ કિપર પણ હતાં.
વધુમાં તેમણે જણાવ્યું છે કે સોબર્સની એક ખૂબ જ નોંધપાત્ર ઘટના યાદ આવે છે કે ‘મેલબોર્ન સ્ટેડીયમમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી હતી ત્યારે એક દિવસ સવારે 9 વાગ્યે હું કલબ હાઉસમાં સ્કવોસ રમવા માટે હતો ત્યારે મેં જોયુ કે સોબર્સ કલબ હાઉસમાં દારૂના નશામાં હતો અને કદાચ સ્નાન કરીને બેટીંગ માટે તૈયાર હતો (કારણ કે તે રાત્રે 2 રન સાથે નોટ આઉટ બેસ્ટમેન હતો) તેણે પોતાની ઇનીંગ ચાલુ રાખી અને આખો દિવસ બેટીંગ કરી બેવડી સદી ફટકારી’
સર્વ શકિત તેમને સાશ્વત શાંતિ આપે અને જો શકય હોય તો તેમને ક્રિકેટ જગતના મહાન લાગ માટે ક્રિકેટના મેદાનમાં પરત મોકલે તેમ જામ સાહેબએ જણાવી શ્રઘ્ધાંજલી આપી છે.


