જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજરોજ રાજકોટ રેન્જ આઇજીના અધ્યક્ષસ્થાને પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતાં.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે છે. ગઇકાલે રાજકોટ રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં લોકરક્ષક બેચના દિક્ષાંત પરેડ સમારોહ યોજાયા બાદ આજે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જામનગરના પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ હતી. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને યોજાયેલી પોલીસ અધિકારીઓની પરેડમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી, જયવીરસિંહ ઝાલા ઉપરાંત એલસીબી, એસઓજી, સીટી-એ, બી, સી ડિવિઝનના પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ આ પરેડમાં જોડાયા હતાં. તેમજ પરેડને સલામી આપી હતી.