પોતાની પસંદગીના વાહનના નંબર મેળવવામાં લોકો ઘણી વખત ખૂબ પૈસા ખર્ચતા હોય છે. ત્યારે રાજકોટમાં કાર માટેની નવી સીરીઝ GJ03 ME માટે કુલ 944 નંબરોનું ઓક્શન થયું અને તેમાંથી આરટીઓને કુલ 1,28,02,000 રૂપિયાની આવક થઇ છે.
દરેક વખતની જેમ આ વખતે પણ ઘણી મોટી બોલીઓ લાગી હતી અને એક કાર માલિકે પોતાની 45 લાખની કાર માટે 9 નંબર લેવા રૂપિયા 10.36 લાખની સૌથી ઉચી બોલી લગાવી હતી.
આરટીઓમાં કાર માટેની નવી સિરીઝ GJ03MEમાં કુલ 944 અરજદારની પસંદગીના નંબર મેળવવા માટેની અરજી માન્ય રહી હતી અને ગોલ્ડન, સિલ્વર અને અન્ય જુદા-જુદા નંબરો માટે થયેલા ઓનલાઈન ઓક્શન થયેલું.
પસંદગીના નંબર મેળવવા માટેની ટોપ 10 બોલી
નંબર | કિંમત |
GJ03ME 0009 | 10,36,000 |
GJ03ME 5000 | 3,78,000 |
GJ03ME 0111 | 3,74,000 |
GJ03ME 0055 | 3,13,000 |
GJ03ME 7777 | 2,99,000 |
GJ03ME 0999 | 2,11,000 |
GJ03ME 4444 | 2,01,000 |
GJ03ME 0001 | 1,63,000 |
GJ03ME 0005 | 1,49,000 |
GJ03ME 0777 | 1,11,000 |