Thursday, June 17, 2021
Homeવિડિઓજી.જી. કોવિડ હોસ્પીટલને BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરાઇ પ્રાણવાયુની મદદ

જી.જી. કોવિડ હોસ્પીટલને BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરાઇ પ્રાણવાયુની મદદ

- Advertisement -

કોરોના મહામારી વચ્ચે લોકોને સહાયરૂપ થવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે જામનગરની જીજી કોવીડ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જામનગર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્રારા આજે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલમાં લીક્વીડ ઓક્સીજનનું ટેન્કર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાધુ સંતો ઉપરાંત સાંસદ પુનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી આરસીફળદુ, મહામંત્રી મેરામણભાઈ ભાટું, મેયર બીનાબેન કોઠારી, જીજી હોસ્પિટલના સુપ્રીડેન્ટ દીપક તિવારી, એમપી શાહ મેડીકલ કોલેજના દિન નંદીની દેસાઈ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાપ્સ દ્રારા કોવીડ હોસ્પિટલમાં ટેન્કર મારફતે 14000 લીટર ઓક્સીજનનો જથ્થો આપવામાં આવ્યો છે. અને સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સ્વામી નારાયણ સંસ્થા દ્રારા 400 ટન ઓક્સીજન પૂરું પાડવામાં આવ્યું છે. યુએઈ ખાતે આવેલ બાપ્સની સંસ્થા દ્રારા ભારતમાં ઓક્સીજન મોકલવામાં આવ્યું છે. અને જામનગરને પણ ઓક્સીજનનો આ જથ્થો મળી રહેતા જીજી કોવીડ હોસ્પિટલને ઘણી મદદ મળી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular