Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરભાણેજે મામા સાથે કરેલ વ્યવહારના ચેક રીર્ટન કેસમાં એક વર્ષની સજા

ભાણેજે મામા સાથે કરેલ વ્યવહારના ચેક રીર્ટન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગરમાં રહેતા માતૃકૃપા ટ્રાવેલ્સના માલિક ચન્દ્રજીતસિંહ હેમતસિંહ ઝાલાએ પોતાના ભાણેજ અભિજીતસિંહ જયદેવસિંહ જાડેજા સને-2015 થી ફરીયાદીની પેઢીમાં નોકરી કરતા હોય, જે નોકરી દરમ્યાન આરોપીને નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા કટકે-કટકે રૂપીયા 1,66,300 લીધેલ હતા અને તે પેટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જામનગર શાખાનો રૂા 1,66,300નો ચેક આપેલ હતો અને ચેક આપતી વખતે એવી ખાત્રી, વિશ્વાસ અને ભરોસો આપેલ કે ચેક બેંકમાં જમા કરાવતા ચેક મુજબની રકમ પરત મળી જશે. તે મુજબ ફરીયાદીએ પોતાની બેંકમાં જમાં કરાવતા, ચેક ફંડ ઈનસફીશીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતો. ત્યારબાદ ચેક મુજબની રકમ દિન-15માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદીએ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલ હતી.

- Advertisement -

જે નોટીસ બજી જતા આરોપીએ લીગલ નોટીસનો ઉડાવ જવાબ આપેલ હોય અને ચેક મુજબની રકમની માંગણી કરવા છતા ચુકવેલ નહી. જેથી ચન્દ્રજીતસિંહ હેમતસિંહ ઝાલાએ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો અને તે કેસ જામનગરના દસમાં એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલ નીતલ એમ. ધ્રુવની દલીલો ધ્યાને રાખી આરોપી અભિજીવસિંહ જયદેવસિંહ જાડેજાને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ગુન્હા સબબ 12 માસની સાદી કેદની સજા તથા આરોપીને વાદગ્રસ્ત ચેકની રકમ રૂા 1,66,300 દંડ કરવામાં આવેલ અને જે રકમ કઆરોપીએ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ અને જો આરોપી હુકમનું પાન કરવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ ર માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. ફરીયાદી ચંન્દ્રજીતસિંહ હેમતસિંહ ઝાલા તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્રા, અશ્વિન એ. સોનગરા રોકાયેલ હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular