Sunday, April 27, 2025
Homeરાજ્યઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પે. ટ્રેન દરરોજ દોડશે

ઓખા-મુંબઇ સેન્ટ્રલ સ્પે. ટ્રેન દરરોજ દોડશે

હાપા-બિલાસપુર તા. 26 જૂનથી શરૂ થશે

મુસાફરોને સુવિધા આપવા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા 05 જોડી સ્પેશિયલ ટ્રેનોની કામગીરી પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 02945/02946 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલની ફ્રિક્વન્સી પણ અઠવાડિયામાં 4 દિવસથી વધારીને દૈનિક કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર 09579 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 24 જૂન, 2021થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે, 09580 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ સ્પેશિયલ 25 જૂન, 2021થી આગળની સૂચના સુધી ચાલશે.

ટ્રેન નં. 09239 હાપા-બિલાસપુર જ. સ્પેશિયલ 26 જૂન, 2021થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે, 09240 બિલાસપુર જ.-હાપા સ્પેશિયલ 28 જૂન, 2021થી આગળની સૂચના સુધી ચાલશે.

ટ્રેન નં. 02945/02946 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી અઠવાડિયામાં 4 દિવસથી વધારીને દૈનિક કરવામાં આવી છે. તે મુજબ ટ્રેન નં. 02945 મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ 22 જૂન, 2021થી આગળની સૂચના સુધી દરરોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 24 જૂન, 2021થી આગળની સૂચના સુધી દરરોજ ચાલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular