26 જાન્યુઆરીના રોજ દિલ્હીના લાલકિલ્લા ખાતે થયેલ હિંસાના બત દિવસ બાદ રાકેશ ટિકૈતે રડતા રડતા નિવેદન આપ્યું હતું કે હું ત્યાં સુધી ઉપવાસ રાખીશ જ્યાં સુધી મારા ગામમાંથી પાણી નહી આવે. અને પ્રશાશન દ્રારા કરવામાં આવેલ કડક કાર્યવાહી બાદ ટીકૈત રડી પડ્યા હતા. અને આ તસ્વીર વાયુ વેગે વાઈરલ થઇ હતી. જે લંડન પણ પહોચી ગઈ હતી. અને જે જોયા બાદ એક NRI લંડનથી દિલ્હી આવ્યા અને રાકેશ ટીકૈતને થેમ્સ નદીનું પાણી પીવડાવ્યુ હતું.
લાલ કિલ્લાની હિંસા બાદ સરકાર દ્રારા ખેડૂતો માટે લાઈટ અને પાણીની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. બહાદુરગઢના સેક્ટર 6માં રહેતા રોહિત આહલાવાતે લંડનની થેમ્સ નદીમાંથી પાણી લાવીને ગાઝીપુર સરહદે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતને પીવડાવ્યુ હતું. રોહિતે કહ્યું હતું કે લાલ કિલ્લાની ઘટના બાદ સરકારે ખેડૂતોની વીજળી અને પાણીની સુવિધાઓ ખતમ કરી દીધી હતી. આવી સ્થિતિમાં, અમે રાકેશ ટિકૈત ને ખાતરી આપી છે કે તમારે પાણીની ચિંતા ન કરવી જોઈએ. સાત સમુદ્રનું પાણી લાવીશું. દેશભરના ખેડુતો તેની સાથે છે. હવે તેઓ ગામમાં જ નહીં પરંતુ તેમની જમીનમાં દરેક જગ્યાએ પાણી આપીને તેમની તરસને છીપાવશે અને આ આંદોલનને મજબૂત બનાવશે. આ સંદર્ભમાંરોહિત લંડનની મુખ્ય નદી થેમ્સનું પાણી લાવ્યા હતા અને રાકેશ ટિકૈતને પીવડાવ્યુ હતું.