Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયહવે બ્રહ્માંડમાં પણ ઇ-ભગવદ્દ ગીતા અને મોદી

હવે બ્રહ્માંડમાં પણ ઇ-ભગવદ્દ ગીતા અને મોદી

ઇસરો દ્વારા ઇ-ભગવત ગીતા અને મોદીની તસ્વીર અવકાશમાં મોકલી : 19 ઉપગ્રહો લોન્ચ કર્યા

- Advertisement -

ઇસરો દ્વારા 28મી ફેબ્રુઆરીએ ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા છે. આજે સવારે 10:24 મીનીટે આંધ્રપ્રદેશના શ્રીહરી કોટા સ્થિત એસડીએસસીમાંથી એક લોન્ચ પેડના સહારે ભારતીય રોકેટ PSLV C-51ને રવાના કરવામાં આવ્યું હતું. આ રોકેટથી 637 કિલોના બ્રાઝીલીયાઇ ઉપગ્રહ એમેઝોનિયા-1 સહિત અન્ય 18 સેટેલાઇટસ પણ અંતરીક્ષમાં મોકલાય રહ્યા છે. જેમાંથી 13 અમેરિકાના છે.

- Advertisement -

તેમજ આ મિશનમાં ઇસરોએ અંતરીક્ષમાં ભગવદ્દ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પણ મોકલી છે. 2021માં ભારતનું આ પ્રથમ અંતરીક્ષ અભિયાન પીએસએલવી રોકેટ માટે ઘણું લાંબુ હશે કેમ કે તેને ઉડવાની સમયમર્યાદા 1 કલાક 55 મીનીટ અને 7 સેકન્ડની રહેશે. આ રોકેટ લોન્ચીંગની સાથે ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિદેશી સેટેલાઇટોની કુલ સંખ્યા 342ની થઇ ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular