સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.

પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચનારે તાત્કાલિક ધોરણે વીરપુર ખાતે જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પાશ્ચાતાપ કરી, લોકોનો રોશ ઠારવો જોઈએ તેમ પરિમલભાઈ નથવાણીએ વધુમાં જણાવ્યું હતું.