મુંબઇ સાથે જોડાયેલું એક નામ એટલે લોકલ ટ્રેન જ્યાં અવાર-નવાર કેટલાય કિસ્સાઓ બનતા જોવા મળે છે. વધુ પડતી ભીડના કારણે અકસ્માતો સર્જાય છે ત્યારે આજે મુંબઇ થાણેમાં એક મોટી દુર્ઘટના બની છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએમએમટી તરફ જતી લોકલ ટ્રેનમાંથી કેટલાંય મુસાફરો પાટા પર પડી ગયા હતાં. જેમાં પાંચ જેટલા લોકનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.

સેન્ટ્રલ રેલવેનું કહેવું છે કે થાણેના મુંબઇ રેલવે સ્ટેશન પર કેટલાંક મુસાફરો સીએસએમટી તરફ જઈ રહ્યા હતાં. ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા. મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી આ મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતાં. જે ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં પાટા પર પટકાતા પાંચ લોકોના મૃત્યુના અહેવાલ છે. જે 30 થી 35 વર્ષની વયના છે. મૃતકોની ઓળખની પ્રક્રિયા ચાલુ છે.