Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ધૂમ સ્ટાઈલ, ફાયર સાઇલેન્સરવાળા સ્પોર્ટસ બાઈક ચલાવતા ચાલકો દંડાયા

જામનગર શહેરમાં ધૂમ સ્ટાઈલ, ફાયર સાઇલેન્સરવાળા સ્પોર્ટસ બાઈક ચલાવતા ચાલકો દંડાયા

50 થી વધુ વાહનો ડીટેઈન કરતી ટ્રાફિક શાખા : કુલ રૂા. 1,63,800 નો દંડ વસૂલાયો

- Advertisement -

જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ધૂમ સ્ટાઈલ, ફાયર સાઇલેન્સર તથા ભયજનક રીતે વાહન ચલાવતા વાહનો ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 50 થી વધુ વાહનો ડીટેઈન કરવામાં આવ્યાં હતાં અને કુલ રૂા.1,63,800 ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા ટ્રાફિક પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા તા.09 ના રોજ શહેરના સાત રસ્તા સર્કલ, સુભાષબ્રીજ, તળાવની પાળ તથા પંચવટી બુકબોન્ડ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી વાહન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ધુમ સ્ટાઈલથી ભયજનક રીતે વાહન ચલાવતા અને વધુ અવાજ કરતા ફાયર સાયલેન્સર વાળા સ્પોર્ટસ બાઈક અને બુલેટ ચલાવતા વાહનચાલકોને રોકતા વાહનચાલકોએ વાહનોના દસ્તાવેજ રજુ ન કરતા વાહનચાલકો વિરૂધ્ધ એમ.વી.એકટ 207 મુજબ કુલ 50 થી વધુ વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતાં આ ઉપરાંત અન્ય ટ્રાફિક નિયમનના ભંગ બદલ કુલ રૂા.1,63,800 ના દંડની વસૂલાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, બી.જે. તીરકર, આર.સી. જાડેજા, હેકો મહેન્દ્રસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ સોઢા, સત્યજીતસિંહ વાળા, ઘેલુગર ગોસાઈ, કિશોરસિંહ રાણા, ધવલગીરી ગોસાઈ, રાજદિપસિંહ જાડેજા, સંદિપભાઈ કણજારીયા તથા ટીઆરબી જવાનો દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular