Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરરંગમતિ રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે સૈધ્ધાંતિક મંજૂરી બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય...

રંગમતિ રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે સૈધ્ધાંતિક મંજૂરી બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી

જામનગર શહેરના રંગમતિ રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે રજૂઆતો કરવામાં આવી હતી. જામનગરના ધારાસભ્યએ કરેલ રજૂઆતને ઘ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રૂા. 25 કરોડની સૈદ્યાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આથી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ઘણા વર્ષોથી રીવર ફ્રન્ટ માટે રજુઆતો કરવામાં આવતી હતી. જેના અનુસંધાને જામનગર શહેરના સાંસદ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી, પ્રભારી મંત્રી, તમામ ધારાસભ્યો, જામનગર શહેરના મેયર, કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે દ્વારા અનેક વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆતો કરવામાં આવી હતી, જેને સફળતા સાંપડી છે.

જે અંગે ગુજરાત સરકાર દ્વારા રજુઆતોના હકારાત્મક પ્રત્યુત્તર તરીકે મુખ્યમંત્રીએ રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂા. 125 કરોડ મંજુર કરવામાં આવેલા છે. જેમાં આ પ્રોજેકટના પ્રારંભીક તબક્કાના કામો માટે રૂા. 25 કરોડની રકમની મંજુરી આપવામાં આવી છે. રીવર ફ્રન્ટ અંગેની કરવામાં આવેલ અનેકો રજુઆતને મંજુર કરવા માટે ઉપરોક્ત તમામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરાયો છે.

- Advertisement -

આ પ્રોજેકટ અંતર્ગત શહેરની રંગમતી – નાગમતી નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે તેમજ આ બંને નદીઓને પોતાના મુળ સ્વરૂપે લઇ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે. આ પ્રથમ ચરણનું કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular