
જામનગર શહેર કોંગ્રેસ અને સેવાદળ દ્વારા ભારતના સેનાના જવાનોને હિંમત આપવા અને તેમનો જુસ્સો વધારવા તથા ઓપરેશન સિંદુરના સમર્થનમાં જામનગર શહેરમાં જય હિન્દ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય, ટાઉનહોલ ખાતેથી આ યાત્રા શરૂ થઇ લાલ બંગલા સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી. આ યાત્રામાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, આનંદભાઇ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો તિરંગા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતાં.