Wednesday, December 4, 2024
Homeરાજ્યહાલારભોગાતના દરિયાકાંઠે થતું ખનિજ ખનન ઝડપાયું

ભોગાતના દરિયાકાંઠે થતું ખનિજ ખનન ઝડપાયું

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવારનવાર વિવિધ પ્રકારનું ખનિજ ખનન ઝડપાય છે. ત્યારે કલ્યાણપુર પંથકના આવેલા દરિયાકાંઠેથી કોઈ તત્વો દ્વારા વાહનો મારફતે થઈ રહેલી ખનીજ ચોરીને પોલીસે પકડી પાડી હતી. જોકે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ નારણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોગાત ગામની સીમમાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં ખનીજ ચોરી સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસ સ્ટાફ દ્વારા આ સ્થળેથી કોઈ તત્વો દ્વારા લોડર મશીનની મદદથી દરિયાઈ રેતીનું ખનન કરી અને જી.જે. 37 ટી 9993 નંબરના એક ટ્રક મારફતે દરિયાઈ રેતીનું વહન કરવાની પ્રવૃત્તિ થતી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સ્થળે દરોડા દરમિયાન પોલીસે લોડર મશીન તથા ટ્રક કબ્જે કર્યો હતો. જો કે પોલીસ કાર્યવાહી પૂર્વે આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ, એ.એસ.આઈ. રામશીભાઈ ચાવડા, લખમણભાઈ કારાવદરા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular