Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મેયર બીનાબેન કોઠારીની મહિલાઓને ‘યોગ’ માટે અપીલ

જામનગરના મેયર બીનાબેન કોઠારીની મહિલાઓને ‘યોગ’ માટે અપીલ

- Advertisement -

21 જુન…વિશ્ર્વ યોગ દિવસ.. વિશ્વના ફલક પર ભારતે યોગની ભેટ આપી છે. પ્રાચીન યોગ વિદ્યા ભારત પાસે જ છે. ભારતે દુનિયાને હજારો વર્ષોથી અનેક સંસ્કૃતિઓ, સભ્યતાઓ અને પરંપરાઓ આપી છે. તેમાંની એક પરંપરા એટલે યોગ… યોગાભ્યાસની પરંપરા લગભગ 5,000 વર્ષ જુની છે. ભારતની આ પ્રાચિન પરંપરાને આજની 21મી સદીમાં દુનિયાભરના લોકો સુઘી પહોંચાડવા ભારતે ભરપૂર પ્રયાસો કર્યા. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયત્નોથી સંયુકત રાષ્ટ્રે 21 જુનના દિવસને “આંતર રાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવાનું નકકી કર્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2014 માં સંયુકત રાષ્ટ્ર મહાસભામાં યોગનું મહત્વ સમજાવ્યું અને સંયુકત રાષ્ટ્રે 21 જુનને આંતરરાષ્ટીય યોગ દિવસ જાહેર કર્યો. સંયુકત રાષ્ટ્રના 193 સભ્ય રાષ્ટ્રમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું.

યોગ શબ્દનો અર્થ છે જોડાણ… યોગ એટલે પ્રકૃતિ સાથે જોડાણ રાખવુ તે. શ્વાસ લેવા મુકવાની પ્રક્રિયા, મનને શાંત કરવાની ક્રિયા અને શરીરના દરેક સ્નાયુને મજબુત તથા આરોગ્યમય બનાવવાની ક્રિયાઓનો સમન્વય એટલે યોગ. યોગ દ્રારા જીવનનો દરેક દિવસ પસાર કરનાર તન અને મનથી સ્વસ્થ રહી શકે છે. તે દરેક કામ શ્રેષ્ઠ રીતે કરી શકે છે. દરેક ક્રિયા પ્રકૃતિ સાથે જોડાય છે. એટલે જ યોગ ધાર્મિક નથી. એટલે જ તેને વિશ્વવ્યાપી માન્યતા મળેલી છે.

નિયમિત યોગ અને ધ્યાન એ રોજીંદી કામગીરીનો એક ભાગ છે. પરંતુ આપણી કમનસીબી છે કે આપણે તે ભુલતા ગયા છીએ, અને વિદેશીઓ તેને અપનાવવા લાગ્યા છે. ભારતની સસ્કૃતિના એક મહત્વના અંગ સમાન યોગ આજે વિશ્વમાં જેટલો પ્રિય છે એટલો ભારતમાં નથી. અને એટલે જ જામનગરના પ્રથમ નાગરીક મેયર બીનાબેન કોઠારી જામનગરની મહિલાઓને યોગ કરવા અપીલ કરે છે. યોગના એકાદ આસન કે રોજ દસ સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક તાકાતમાં વધારો થાય છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 21 જુને સવારે 7.00 થી 7.45 કલાકે ફેસબુક પેઇજ મારફતે યોગ સાધના થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ તેમાં જોડાશે.

જામનગરની જનતાને તેમાં જોડાવા અપીલ છે, અને ખાસ કરીને આ દિવસે નગરની મહિલાઓ પણ યોગના કાર્યક્રમમાં જોડાઈને પોતાના અંગત જીવનમાં યોગાસનો ને સ્વીકારે, તે માટે મેયર બીનાબેન કોઠારીએ મહિલાઓને ખાસ અપીલ કરી છે…જેની યૂટયુબ લિંક https://youtu.be/ fUVWyGro3Xc છે. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના ફેસબુક પેજ પરથી પણ લાઈવ થશે જેમાં પણ જોડાઈ શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular