જામનગર શહેરમાં ગઈકાલથી જ 18 વર્ષથી 44 વર્ષની વયના યુવા વર્ગ માટે એકીસાથે 6,000 લોકોને વેક્સિનના ડોઝ અપાય તેવી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અને નિર્ધારિત 30 સ્થળો પર એક સપ્તાહ સુધી વેક્સિનેશન ની પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના લોકો માટે જુદાજુદા 9 સ્થળોએથી વેક્સિનેશન ની પ્રક્રિયા ચાલુ રખાઇ છે. અને પ્રતિદિન સાડા સાત હજાર વેક્સિન ના ડોઝ આપવામાં આવી રહ્યા છે. વેક્સિનેશન માટેનું રજિસ્ટ્રેશન સાંજે પાંચ વાગ્યે થઈ રહ્યું છે. જેમાં પ્રતિદિન લોકોને જોડાવા માટેની અપીલ કરાઈ રહી છે. સાથોસાથ જામનગર શહેરમાં વેક્સિનેશન દરમિયાન વેસ્ટ મામલે સાવચેતી નો રેશીયો સમગ્ર રાજ્યમાં અગ્ર ક્રમે છે, અને વેસ્ટેજ નો રેશિયો માત્ર એક ટકા થી નીચે હોવાનું મેયર દ્વારા જણાવાયું છે.
જામનગર શહેરમાં ગઈકાલથી જ 18 વર્ષથી 44 વર્ષની વયના નાગરિકોને પ્રતિદિન 6,000 વેક્સીન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના 30 સ્થળો નિર્ધારિત કર્યા છે, જે તમામ સ્થળો પર સળંગ સાત દિવસ સુધી વેક્સિનેશન ની પ્રક્રિયા હાથ ધરાશે, અને પ્રતિદિન 6,000 લોકો કે, જેનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેઓનું વેક્સિનેશન કરવામાં આવશે.
જે પ્રક્રિયા આજે સતત બીજા દિવસે પણ અવિરત પણે ચાલુ રાખવામાં આવી છે. સાથોસાથ 45 વર્ષથી ઉપરની વયના નાગરિકો માટે પણ અલગથી નવ સ્થળો પર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અને સમગ્ર દિવસ દરમિયાન સાડા સાત હજાર નાગરિકો નું વેક્સિનેશન કરાઇ રહ્યું છે.જામનગર શહેરના તમામ નાગરિકોને સાંજે પાંચ વાગ્યે વેબસાઈટ પરથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલી વેક્સિનેશન ની પ્રક્રિયા દરમિયાન વેક્સિન ના વેસ્ટેજ મામલે પણ જામનગર મહાનગર પાલિકાનું તંત્ર સતર્ક છે, અને વેસ્ટેજ મામલે સાવચેતી રાખવામાં જામનગર મહાનગરપાલિકા રાજ્યભરમાં અગ્રેસર છે.
જામનગર શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની પ્રક્રિયા દરમિયાન વેસ્ટેજ નો દર માત્ર એક ટકા જ હોવાનું જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારીએ જણાવ્યું છે. જેને પણ નીચે લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને આજની પરિસ્થિતિ એ વેસ્ટ નો દર માત્ર 0.80 ટકા થયો છે. વેક્સિનેશનની પ્રક્રિયા દરમિયાન એક વાઇલ ખોલવામાં આવે તેમાંથી 10 લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જેને અનુરૂપ 10 વ્યક્તિ હાજર હોય ત્યારે જ વાઈલ ખોલવામાં આવે છે, જેથી વેસ્ટેજ થતું અટકે છે. તે બાબતે ખાસ ધ્યાન રખાય રહ્યું છે.
ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા પણ વેક્સિન આપવા માટે ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી હોવાથી વેક્સિનની સિરિંજ તૂટી જવી, પડી જવી, જેવી બાબતો પણ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે. જેથી વેક્સિન વેસ્ટ નો રેશીયો જામનગરનો ખૂબ જ ઓછો થતો જાય છે.
જામનગરના શહેરીજનોને વેક્સિનેશન કરાવવા મેયર દ્વારા અપીલ
18 થી 44 વર્ષ માટે 30 અને 45 થી વધુ ઉંમરના લોકો માટે 9 સ્થળે વેકિસનેશન : એક સપ્તાહ સુધી 6 હજાર યુવાવર્ગને અપાશે વેક્સિન: પાંચ વાગ્યે રજિસ્ટ્રેશન કરાવવા તંત્રની અપીલ