Saturday, May 23, 2026
Homeરાજ્યજામનગરબકરી ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા પેટ્રોલિંગ - VIDEO

બકરી ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા પેટ્રોલિંગ – VIDEO

ટ્રાફીક નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરૂઘ્ધ કાર્યવાહી 7થી વધુ બાઇક ડીટેઇન

જામનગર શહેર/જીલ્લામાં આવનારા બકરી ઇદના તેહવારને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમ્યાન કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના “ન” બને અને કોમી સૌહાર્દ જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે. ત્યારે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ ગત મોડી રાત્રે કોમ્બિંગ યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમકે દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચી ની ખડકી વિસ્તાર, ખોજા નાકા વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર, ખંભાળિયા ગેટ વિસ્તાર અને ઓશવાળ હોસ્પિટલ વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 7 થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular