Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહીત 29 શહેરોમાં આવતીકાલથી દુકાનો-લારીગલ્લાઓ સહીત અનેક સેવાઓ બંધ : CM...

જામનગર સહીત 29 શહેરોમાં આવતીકાલથી દુકાનો-લારીગલ્લાઓ સહીત અનેક સેવાઓ બંધ : CM રૂપાણી

- Advertisement -

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે 6:30 કલાકે ફેસબુકના માધ્યમ દ્રારા રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને રાજ્યને સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે દર્દીઓના પરિવારજનો સાથે મારી સંવેદના છે. અને ડોકટરોનો અભાર વ્યક્ત કર્યો હતો.  કોરોનાની આ મહામારીમાં લોકોએ ગણું વધુ ગુમાવ્યું છે.

- Advertisement -

ગુજરાતના 29 શહેરોમાં લગાવેલા રાત્રી કર્ફ્યુંને લઇને મુખ્યમંત્રીએ કહ્યું કે કર્ફ્યું એટલા માટે લગાવવામાં આવ્યું કે લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને ભીડ એકઠી ન થાય. આ વખતે ગામડાઓ પણ સંક્રમણ વધી રહ્યું છે. 5મે સુધી લગાવવામાં આવેલ કર્ફ્યુંમાં સીએમ દ્રારા લોકોને સ્વયંશિસ્તનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

28 અપ્રિલથી 5મે સુધી નીચે મુજબના નિયંત્રણો લાગુ

- Advertisement -

જામનગર સહીત રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કર્ફ્યું રહેશે. આ ઉપરાંત તા.28 અપ્રિલ એટલે કે આવતીકાલથી તા.5મે સુધી સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધી પણ દુકાનો, જીમ, ઓડીટોરીયમ, સ્વીમીંગપુલ, બાગ-બગીચાઓ, વાનીજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, તમામ લારી-ગલ્લાઓ, ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો,મનોરંજક સ્થળો, બ્યુટીપાર્લરો ઉપરાંત તમામ માર્કેટ અને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. APMCમાં શાકભાજી તથા ફાળોનું ખરીદ વહેચાણ ચાલુ રહેશે.દિવસ દરમિયાન લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે નહી. લોકો બહાર નીકળી શકશે. પરંતુ રાત્રી દરમિયાન કર્ફ્યું રહેશે.

આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત્ રહેશે.

- Advertisement -

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યક્રમો અને મેળાવડાઓ પર પ્રતિબંધ રહેશે, લગ્ન માટે 50 વ્યક્તિઓની મંજુરી રહેશે જ્યએર અંતિમક્રિયાઓ માટે 20 વ્યક્તિઓની મંજુરી રહેશે.

વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર વધુ ભયંકર છે, અને આ મહામારીમાં રેમેડેસિવિરની જરૂરિયાત ઉભી થઇ છે તેવામાં 1મહિનામાં ગુજરાતને 5લાખ રેમેડેસિવિર મળ્યા છે. તેઓએ કહ્યું કે દિવસરાત એક કરી સરકારે 1મહિનામાં 94હજાર બેડ ઉભા કર્યા છે. તે પૈકી 52000 ઓક્સિજન બેડ છે. 15 માર્ચે રાજ્યમાં 41000 બેડ હતા.એક મહિનામાં 94હજાર બેડ ઉભા કર્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સાથે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેની સામે રાજ્યમાં રીકવરી રેટ પણ વધી રહ્યો છે.  1અપ્રિલથી 26 અપ્રિલ સુધીમાં 2લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 92હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતના 29 શહેરોમાં લગાવેલા રાત્રી કર્ફ્યુંને લઇને મુખ્યમંત્રીએ કહ્યું કે કર્ફ્યું એટલા માટે લગાવવામાં આવ્યું કે લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને ભીડ એકઠી ન થાય. આ વખતે ગામડાઓ પણ સંક્રમણ વધી રહ્યું છે. 5મે સુધી લગાવવામાં આવેલ કર્ફ્યુંમાં સીએમ દ્રારા લોકોને સ્વયંશિસ્તનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular