Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતરાજધાનીને શિલ્પથી સુશોભિત કરનાર ઝાલાવાડની ધિંગીધરાના ‘પદ્મશ્રી’ આર્કિટેકટ માનસિંહ રાણા

રાજધાનીને શિલ્પથી સુશોભિત કરનાર ઝાલાવાડની ધિંગીધરાના ‘પદ્મશ્રી’ આર્કિટેકટ માનસિંહ રાણા

- Advertisement -

આજે વાત કરવા જઈ રહ્યાં છીએ ભારતની રાજધાની નવી દિલ્હીને સુશોભિત કરનાર શિલ્પી ‘પદ્મશ્રી’ વિજેતા આર્કિટેક્ટ એવા ઝાલાવાડની ધીંગીધરાની ક્રાંતિધરા કંથારીયા ગામે ઈ.સ. 1922માં જન્મેલા માનસિંહ એમ. રાણા, માનસિંહ રાણા એ પ્રાથમિક શિક્ષણ પોરબંદર ખાતે મેળવ્યું અને મુંબઈ ની જે.જે. સ્કુલ ઓક આર્ટ્સ માં આર્કિટેક્ચર નો અભ્યાસ કર્યો. તેમના શિક્ષણ ના અંતિમ તબક્કામાં તેઓ મહાન અમેરિકન આર્કિટેક્ટ ફ્રેન્ક લોઈડ રાઈટ ની રચનાઓ અને લેખનોની શોધમાં આવ્યાં, આ અરસામાં માનસિંહજીએ ફ્રેન્ક રાઈટને પત્ર લખ્યો અને માનસિંહના આ પત્રથી પ્રભાવિત થઈને તેમને રાઈટના વિસ્કોન્સીન, એરિઝોના અને ટેલિસીન ના સ્ટુડિયો અને ઓફિસ માં એપ્રેન્ટિસ તરીકે બોલાવવામાં આવ્યાં, તેમજ 1947-51 સુધી તેઓ ફ્રેન્ક લોઈડ રાઈટ ફાઉન્ડેશન (ઞ.જ.અ) ના અધ્યેતા-સભ્ય રહ્યાં. 1949માં શિકાંગો ખાતે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે તેમની મુલાકાત થઈ, નહેરુએ તેમનાથી પ્રભાવિત થઈ ને ભારત આવવા માટે નિમંત્રિત કર્યાં, અને રાષ્ટ્રપ્રેમ તેમને 1951 માં ભારત ખેંચી લાવ્યો અને નવી દિલ્હી સ્થાયી થયાં, તેમનો પ્રથમ પ્રોજેકટ બાલભવન-1953 હતો, હવે નવી દિલ્હીને સુશોભિત કરવાની મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી. 1970માં તેઓ ભારતીય સ્થાપત્ય સંસ્થા ના અધ્યેતા રહ્યાં, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ચીફ આર્કિટેક્ટ તરીકે 1972-74,તેમજ નવી દિલ્હીના પુન:વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિયુક્ત ‘ડિઝાઈન ગ્રુપ’ અને નવી દિલ્હી પુનર્વિકાસ સલાહકાર સમિતિ-1974ના ચીફ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું, અને ભારત સરકાર ના મુખ્ય આર્કિટેક્ટ તરીકે ની અતિમહત્વની પદવી 1978-79 દરમિયાન દીપાવી, ન્યુયોર્ક અને મોન્ટ્રીયલમાં તેમજ નવી દિલ્હી માં તેમનાં પ્રોજેકટ ‘ટુ પેવેલિયન ઓફ ઈન્ડિયા’ અને અન્ય મહત્વનાં પ્રોજેક્ટ માટે તેમને 1967માં ‘પદ્મશ્રી’ એવોર્ડ થી નવાજવામાં આવ્યાં. નવી દિલ્હી ને શ્રેષ્ઠતમ સૌંદર્ય પ્રદાન કરવા માટે તેમને ડિઝાઈન કરેલા કેટલાક મહત્વ ના સ્થાપત્યો જેવા કે બુદ્ધ જયંતી સ્મૃતિ પાર્ક-1956, પરિવહન ભવન-1958, સ્વર્ગસ્થ શ્રી જવાહરલાલ નહેરુ ની સમાધી (શાંતિ વન)-1964, ગાંધી શતાબ્દી ઉજવણી પ્રદર્શન રાજઘાટ-1969, અમર જ્યોતિ રાજઘાટ-1970, જવાહર જ્યોતિ-1964 અને નહેરુ પ્લેનેટોરિયમ-1980(ટીન મૂર્તિ હાઉસ ખાતે), નહેરુ મેમોરીયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી-1973, પાણીપત(હરિયાણા) ખાતેનું તેમનું મહત્વનું સર્જન એટલે કાલા આમ સ્મારક-1984. માનસિંહજી રાણા 1989માં સુશાંત સ્કુલ ઓફ આર્ટ્સ એન્ડ આર્કિટેક્ચર ના સ્થાપક ડીન રહ્યાં અને અંતિમ શ્વાસ સુધી તેની સાથે સંકળાયેલા રહ્યાં. તેઓ લુટિયન્સ ટ્રસ્ટ લંડન યુ.કે ના 1997માં પુરસ્કર્તા રહ્યાં, જે સંસ્થા ગ્રેટ બ્રિટન અને યુરોપ ના મોટા પ્રોજેકટ ના નિર્માણ કાર્ય ની રચના માટે બનાવવામાં આવી હતી, લુટિયન્સ ટ્રસ્ટ લંડન ના તે એકમાત્ર ભારતીય પુરસ્કર્તા આર્કિટેક્ટ હતા. તેમજ નવી દિલ્હી અક્ષરધામ અને જાખણ(જિ.સુ.નગર) રાજશ્રી મુનિ આશ્રમની ડિઝાઈન પણ તેમને કરી હતી, આવો અતુલ્ય વારસો ભારતના સ્થાપત્યમાં ઉમેરીને 26 સપ્ટેમ્બર 2012 ના દિવસે માનસિંહજી રાણા એ અંતિમ શ્વાસ લીધાં હતાં.
-સંકલન : રાણા કુલદિપસિંહ એસ.(કંથારીયા)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular