જામનગર શહેરમાં તીરૂપતિ રોડ પરના વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા રૂા.7400 ની કિંમતની 35 બોટલ દારૂ મળી આવતા ધરપકડ કરી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં તીરૂપતિ રોડ પર આવેલી શિવ ટાઉનશીપ શેરી નંબર-1 માં રહેતાં હરદીપસિંહ હરદેવસિંહ ઝાલા નામના વિદ્યાર્થીના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.7400 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 35 બોટલ મળી આવતા પોલીસે હરદીપસિંહની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.