Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરએક ચોરાઉ મોટરકાર તથા 3 મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લેતી સીટી...

એક ચોરાઉ મોટરકાર તથા 3 મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લેતી સીટી બી પોલીસ

રૂા. 13,75,000 મુદામાલ કબજે કરતી પોલીસ

- Advertisement -

જામનગર સીટી બી ડિવીઝનમાં વર્ષ 2022-23માં નોંધાયેલ બાઇક ચોરી તેમજ તાજેતરમાં પટેલ કોલોનીમાંથી થયેલ મોટરકારની ચોરીના કેસમાં જામનગર સીટી બી પોલીસે એક શખ્સને ચોરાઉ મોટરકાર તથા 3 મોટર સાયકલ સહિત કુલ રૂા. 13,75,000ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સીટી બી પોલીસમાં જી.જે.-10 ડીસી 7831 નંબરનું સફેદ કલરનું એકસસ મોટરસાયકલ, જીજે-16 ડીએફ 1369 નંબરનું સફેદ કલરનું યામાહાનું એમટી-15 મોડલનું મોટરસાયકલ, જી.જે. 10 ડીપી 4449 નંબરનું સફેદ કલરનું એકસસ તથા તાજેતરમાં જી.જે. 37એમ -4449 નંબરની સફેદ કલરની ક્રેટા મોટરકાર ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ દરમ્યાન સીટી બી ના પીએસઆઇ ડીએસ વાઢેર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ટેકનિકલ એનાલીસીસથી તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે નવાગામ ઘેડ જાળીવાળા કુવા પાસેથી એક શખ્સ જી.જે. 16 ડીએફ 1369 નંબરનું ચોરીનું મોટરસાયકલ લઇને નિકળતાં શખ્સને મોટરસાયકલ સહિત ઝડપી લીધો હતો.

આરોપીની પૂછપરછ દરમ્યાન આરોપી શેરબજારમાં 4 થી પ લાખ રૂપિયા હારી ગયો હોય તેને પૈસાની જરૂરત હોવાથી સૌ પ્રથમ તેની પાસે રહેલ તેનું 50,000ની કિંમતનું મોટરસાયકલ વેચી દેણાવાળાને આપ્યા હતા. ત્યારબાદ તેની પાસે એક પણ મોટરસાયકલ ન હોવાથી યામાહા કંપનીનું એમટી -15 મોટર સાયકલની ચોરી કરી ફેરવતો હતો. ત્યારબાદ પોતાનું દેણું ભરવા માટે મોટરસાયકલ ચોરી તે મોટરસાયકલ સાથે લઇને ઓએલએકસ એપ ઉપર ફોર વ્હીલ ડ્રાઇવના બહાને ફોર વ્હીલના માલીક પાસે મોટરસાયકલ મૂકી ફોર વ્હીલના માલિક પાસેથી તેની ફોર વ્હીલ બારોબાર વહેંચી નાખવાનું વિચારી અંબર હોટલવાળી ગલીમાંથી એકસેસની ચોરી કરી હતી. આરોપીએ ડેકી તપાસતાં તેમાં ફોર વ્હીલની ચાવી પણ જોવા મળતાં આ એકસેસ મોટર સાયકલના નંબર વ્હીકલ ઇન્ફોર્મેશન એપમાં નાખતા એકસસ મોટર સાયકલના માલિક પટેલ કોલોનીમાં રહેતા હોય તેવી માહિતી મળી હતી. આથી આરોપીએ પટેલ કોલોનીમાં ફોર વ્હીલની ચોરી કરવા ગાડીની તપાસ કરતાં આરોપીએ જે મોટરસાયકલ ચોરી કરી હતી. તેજ નંબરની ક્રેટા મોટરકાર જોવા મળતાં ફોર વ્હીલની ચાવી વડે લોક ખોલતાં મોટરકારનો લોક ખુલી જતાં આ મોટરકારની પણ ચોરી કરી હતી.
આ ઉપરાંત જૂન 20રરમાં પણ મોદી સ્કુલ પાસેથી એક સફેદ કલરની એકસેસ ચોરી કરી તે એકસસને કાળો કલર કરાવી એક શખ્સને વહેંચી નાખી હોવાની કેફિયત આપી હતી. આમ સીટી બી પોલીસે આરોપી પાસેથી એન્ટી 15 મોટર સાયકલ, મોર્ડન માર્કેટ બિલ્ડીંગના પાિંર્કંગમાંથી ચોરી થયેલ એકસસ મોટરસાયકલ તેમજ ન્યુ જામનગરની સોસાયટીમાંથી ચોરી થયેલ મોટરકાર તથા મોદી સ્કુલ પાસેથી ચોરી થયેલ એકસેસ સહિત કિશન પ્રાગજી ઠાકર નામના શખ્સને કુલ રૂપિયા 13,75,000ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ કાર્યવાહી પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઇ ડી.એસ.વાઢેર, હે.કો. રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, સંજયભાઇ પરમાર, ભલભદ્રસિંહ જાડેજા, હિતેશભાઇ મકવાણા તથા વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular