સોશિયલ મીડિયા પર રોજિંદા વાયરલ થતા વીડિયોમાં હાલ એક ગુજરાતી પરિવારનો ટ્રેન મુસાફરીનો અનોખો અંદાજ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પરિવારે ટ્રેનના થર્ડ એસી કોચની વચ્ચેની બર્થને રસોડાના પ્લેટફોર્મની જેમ ઉપયોગમાં લઈને મુસાફરી દરમિયાન જ તાજી સેન્ડવીચ બનાવવાનું શરૂ કર્યું હતું.
વીડિયોમાં એક મહિલા વચ્ચેની બર્થ પર સેન્ડવીચ તૈયાર કરતી દેખાય છે, જ્યારે નીચેની બર્થ પર બેઠેલી અન્ય મહિલા બટાકા અને ટામેટાં સમારી રહી છે. સીટ ગંદી ન થાય તે માટે તેમણે નીચે છાપાં પાથર્યા છે. વીડિયોમાં એક મહિલા એવું કહેતી પણ સંભળાય છે કે જો સાથે ‘ઇલેક્ટ્રિક ટોસ્ટર લાવ્યા હોત તો વધુ મજા આવત’.
Gujarati family prepares food in AC train coach https://t.co/tj9eJSyyrB
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 10, 2026
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર @gharkekalesh નામના એકાઉન્ટ પરથી “ગુજરાતી પરિવાર એસી ટ્રેન કોચમાં ભોજન તૈયાર કરે છે” તેવા કેપ્શન સાથે શેર કરાયો છે, જેને લાખો વ્યૂઝ મળ્યા છે.ગુજરાતી પરિવાર જયારે મુસાફરી કરે છે ત્યારે ક્યારેય એકલા નથી જમતા પરંતુ આસપાસના સહુને પણ જમાડે છે.તેઓ જેવી રીતે ફરવાના શોખીન છે તેમજ જુદી જુદી વાનગી જમવાના પણ શોખીન છે.તેઓની બેગ માંથી થેપલા તો નીકળે જ છે પણ આ ઉપરાંત ભેલ અને સેન્ડવીચ જેવી નવીન વાનગી પણ લાંબી મુસાફરી દરમ્યાન બનતી હોય છે


