Homeરાજ્યજામનગરલાંચ લેતાં ઝડપાયેલ આસિસ્ટન્ડ ઓડિટ ઓફિસરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

લાંચ લેતાં ઝડપાયેલ આસિસ્ટન્ડ ઓડિટ ઓફિસરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ઇન્કમટેકસ રીટર્નની કવેરીનું નિરાકરણ થઇ રહ્યું હોય કલોઝ થયેલ એસેસમેન્ટ ઓડીટ માટે રી-ઓપન ન કરવા અંગે આસી. ઓડીટ ઓફિસરને રૂા.8 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લઇ રીમાન્ડ માટે રજુ કરતાં અદાલત દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ફરિયાદીની ઓફિસના મેનેજીંગ ડાયરેકટરનું વર્ષ 2024-’25માં ભરેલ ઇન્કમટેકસ રીટર્નની કવેરીનું નિરાકરણ થઇ ગયું હોય જે કલોઝ થયેલ એસેસમેન્ટ ઓડીટ માટે રી-ઓપન ન કરવા નવરંગપુરા અમદાવાદ (પીડી સેન્ટ્રલ) ઓડીટ ભવનના આસી. ઓડીટ ઓફિસરએ રૂા.8 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ જામનગર-રાજકોટ હાઇવે ત્રિ-મંદિર જવાના બોર્ડ પાસે ઇન્કમટેકસ ઓફીસની બાજુમાં છટકુ ગોઠવ્યું હતું.

જામનગર એસીબી પીઆઇ એઆર ગોહિલ દ્વારા એસીબી રાજકોટના પીઆઇ આર.કે. સોલંકી દ્વારા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ ઇન્ચાર્જ અધિકારી એસીબી રાજકોટ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા તથા જામનગર એસીબીના એએસઆઇ ઉમેશભાઇ મેર, દિપકભાઇ પરમાર, શૈલેષભાઇ રાઠોડ, હે.કો. રિઘ્ધીબેન કેશવાલા, પો.કો. તેજલબેન સરવૈયા, રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી આસી. ઓડીટ ઓફિસર વિનસ અમરચંદ સાવરીયા (ઉ.વ.44)ને રૂા.8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular