જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ અને જીએસટીના જોઇન્ટ સેક્રેટરી દુરંદેશી, માર્ગદર્શક તેમજ ઉર્જાસભર રહેનારા એવા વિક્રમસિંહ જાડેજાનું દુ:ખદ અવસાન થયું છે.
જામનગરમાં ખેલાડીઓના પ્રોત્સાહન અને સ્પોર્ટસમેન સ્પીરીટ ને સતત વધારવા માટે નોન કોમર્શીયલ સંસ્થા જેડીટીટીએ દ્વારા અનેક ટુર્નામેન્ટનું આયોજન અને ટેબલ ટેનીસ રમતને જીલ્લામાં ફરી ધબકતી કરી સંસ્થાના પ્રમુખે સૌની વચ્ચેથી વિદાય લીધી છે. વિક્રમસીંહ જાડેજા જેડીટીટીએ પ્રમુખ તરીકે તથા ગુજરાત ટેબલ ટેનીસ એશોસીએશનમાં જોઇન્ટ સેક્રેટરનું પદ ધરાવતા અને ટેબલ ટેનીસ રમતના પ્રચાર પ્રસાર માટે મહત્વની ભુમીકા ભજવી હતી.
સદગતનું બેસણુ તા.6 ફેબ્રુઆરી 2025 ના સાંજે 4 થી 6 દરમ્યાન ઓમકારેસ્વર મહાદેવ મંદિર, ન્યુ આરામ કોલોની સેરી નંબર 3ના છેડે, ઉમીયા સ્કુલ સામેના રોડ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
સમગ્ર જેડીટીટીએ કમીટી મેમ્બર તથા જામનગરના ટેબલ ટેનીસ (ટીટી) એથલીટ વિક્રમસીંહ (બાપુ) ની અચાનક વિદાયથી દુખની લાગણી અનુભવી રહ્યા છે. તેમના દ્વારા કરાયેલ ખેલાડીઓના ઉત્થાન માટેના કાર્યો દ્વારા તેઓ દરેક ટીટી પ્લેયરની યાદોમાં હંમેશા જીવંત રહેશે તેમ જેડીટીટીએના મીડિયા ક્ધવીનર ઉદય કટારમલની યાદીમાં જણાવાયું છે.