ગુજરાત સરકારની રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્રારા આયોજીત ખેલ મહાકુંભ-3.0મા જામનગરમાં શહેરની ઝોન કક્ષાની એથ્લેટિક્સ (ખેલકુદ) સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવેલ. એથ્લેટિક્સ રમતોમાં ગોળાફેક, ચક્રફેક, બરછી ફેક, લાંબીકુદ, ઉચીકુદ, લંગડીફાડકુદ અને 5 પ્રકારની દોડ સહીતની સ્પર્ધામાં યોજાઈ. જેમાં અન્ડર 14, 17, અને ઓપન વર્યજુથની સ્પર્ધાઓ યોજાઈ. 750 વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. વિજેતાઓને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.