Wednesday, November 12, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. સુશીલાબાઈ મ.સ. કાળધર્મ પામ્યા

રાજકોટમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. સુશીલાબાઈ મ.સ. કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. કુંદન-પુષ્પાબાઈ મ.સ. ના સુશિષ્યા બા.બ્ર.પૂ. સુશીલાબાઈ મ.સ. 81 વર્ષની વયે 56 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. 8/09/25 ને સોમવારે બપોરે 3:00 કલાકે સમાધસમાધિભાવે કાળધર્મ પામ્યા છે. પૂ. ઉષાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ., પૂ. પુનિતાજી મ.સ. વૈયાવચ્ચમાં હતા.

- Advertisement -

જેતપુરમાં નરભેકુંવરબેન અને જયંતીલાલ કામદારના ગૃહાંગણે તા. 25/01/1944 ના જન્મેલા સુશીલાબહેને 25 વર્ષની વયે જામનગરમાં બા.બ્ર.પૂ. સમર્થગુરુણીના શ્રીમુખે તા. 22/05/1969 ના પૂ. પુષ્પાબાઈ મ.સ. ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી હતી. અનેક વિધ તપશ્ચર્યા તેમજ 11 આગમ કંઠસ્થ, પોલાદી મનોબળ ધારક હતા. છેલ્લા બે વર્ષથી કેન્સરની બિમારીમાં સમતાભાવ વંદનીય હતો. શ્રમજીવી ઉપાશ્રય, ઢેબરભાઈ રોડ, રાજકોટથી પાલખીયાત્રા સાંજે 6:00 કલાકે નીકળી હતી. ગોંડલ ગચ્છ શિરોમણી જસરાજજી મ. સા., પૂ. ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ. તા. 9ને મંગળવારે સવારે 9:00 કલાકે શ્રમજીવી ઉપાશ્રયે ગુણાનુવાદ કાર્યક્રમ રાખેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular