Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી જૂગાર રમતા બે મહિલા સહિત 11 ખેલંદાઓ ઝડપાયા

જામનગર શહેરમાંથી જૂગાર રમતા બે મહિલા સહિત 11 ખેલંદાઓ ઝડપાયા

ગરીબનગરમાંથી તીનપતિ રમતા ત્રણ શખ્સ ઝબ્બે : રામેશ્ર્વરનગરમાંથી જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સ ઝડપાયા: સમાણામાંથી તીનપતિ રમતા ચાર શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના ગરીબનગર પાણાખાણમાંથી પોલીસે જૂગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા. 5800 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાંથી પોલીસે દરોડા દરમિયાન તીનપતિનો જૂગાર રમતા પોલીસે ત્રણ શખ્સોને રૂા.5660 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ રી હતી. જામજોધપુરના સમાણામાં પોલીસે દરોડા દરમિયાન ચાર શખ્સ્ોને તીનપતિનો જૂગાર રમતા રૂા.1370 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન એજાઝ રજાક મુનરાઇ, હનિફ અબુ ચકા, રમઝાન ઓસમાણ સપિયા નામના ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રૂા.5800 ની રોકડરકમ કબ્જે કરી હતી. બીજો દરોડો જામનગર શહેરના રામેશ્ર્વરનગર માતૃઆશિષ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળેથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નંદલાલ વેલુમલ વધવાઈ, અભેસંગ ઘનુભા સોઢા, ગંગારામ વીજુમલ તન્ના, નામના ત્રણ શખ્સોને રૂા.5660 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બાવળની ઝાડ નીચેથી જૂગાર રમતા લાખા ટીડા પરમાર, જાદવ વિરા પરમાર, અમરા વિરા પરમાર, પરબત સીડા પરમાર નામના ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન રૂા.1370 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular