Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આર્થિક સંકળામણથી કંટાળી આધેડનો ગળાફાંસો

જામનગરમાં આર્થિક સંકળામણથી કંટાળી આધેડનો ગળાફાંસો

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરમાં ઈન્દીરા કોલોની વામ્બે આવાસ સામે રહેતાં આધેડેે આર્થિક સંકળામણને કારણે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઈન્દીરા કોલોની હિંગોરા ફેબ્રિકેશનની સામે વામ્બે આવાસ સામે રહેતાં દિનેશભાઈ ટપુભાઈ પરમાર (ઉ.વ.45) નામના પ્રૌઢે આર્થિક સંકળામણથી કંટાળી જઇ પોતાના મકાનની છતની હૂંકમાં બાંધણીની ઓઢણી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે દિનેશભાઈના પત્ની જેઠીબેન દ્વારા પોલીસને જાણ કરતા સિટી સી ના એએસઆઇ એફ.જી.દલ સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular