Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરનાં લોહાણા સમાજનું વિસ્તૃતિકરણ થશે

જામનગરનાં લોહાણા સમાજનું વિસ્તૃતિકરણ થશે

- Advertisement -

જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન દ્વારા અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજનાં ઉતરોતર વિકાસમાં જોડાયેલા છે.

- Advertisement -

શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધે અને વિશિષ્ટ સંગઠનો સમાજની એકતા માટે જોડાવવા તત્પર બન્યા છે

જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજનાં અનેક પરિવારો વસે છે,પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાઈ થઈ રહ્યા છે તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા મીટીંગ બોલાવી 13/12/23નાં રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ઠરાવ મુજબ બેડી લોહાણા મહાજનનો વહીવટ જામનગર લોહાણા મહાજનને સુપરત કરી સંભાળે તે માટે જામનગરના લોહાણા મહાજનનાં પ્રમુખ તેમજ હોદેદારોને બેડી મુકામે રામ મંદિર લોહાણા મહાજનવાડીમાં રામનવમીના દિવસે આ સુંદર કાર્ય અને નિર્ણયને વધાવવા માટે પધારવા આમંત્રિત કર્યા હતાં અને લેખિતમાં વિનતી પત્ર અને ઠરાવ અર્પણ કર્યો હતો. જેને લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઈ લાલ અને સમગ્ર હોદેદારોએ હર્ષેભેર આવકારી સ્વીકારેલ અને નજીકના દિવસોમાં બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા સમાજનાં વડીલોની અને કમિટી સાથે ચર્ચા કરી આ બાબતે આગળ વધી બેડી લોહાણા મહાજનની લાગણીને અને વિનતીને સ્વીકારવામાં આવશે તેમ જીતુભાઈ લાલે લાગણી વ્યક્ત કરતાં બેડી લોહાણા મહાજનના આનંદ અને ખુશીને લહેર વ્યાપી ગઈ હતી બાદ જય શ્રી રામ અને જય જલારામનાં જયઘોષ સાથે આવકાર્યા હતાં. તેમ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદમંત્રી રમેશભાઈ દતાણીની યાદી જણાવે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular