Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર દ્વારા જામનગર એસીએમસી સેન્ટરની મુલાકાત

જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર દ્વારા જામનગર એસીએમસી સેન્ટરની મુલાકાત

ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ એમસીએમસી કેન્દ્રની પેઇડ ન્યુઝ અને સોશિયલ મીડિયા પર બાજનજર

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પેઇડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર તેમજ સોશિયલ મીડીયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી.

- Advertisement -

ઑબ્ઝર્વરોએ ખઈખઈ સેન્ટર ખાતે થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડી નોડલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ સેન્ટર દ્વારા મોનીટરીંગની જે કામગીરી કરાઇ રહી છે તેની વિગતો એમસીએમસી નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા પાસેથી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 12-જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો ઑબ્ઝર્વરોને રૂબરૂ મળી શકશે અથવા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતોના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલ કુમાર નાસ્કરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વર અવિજિત મિશ્રાના મોબાઈલ નં. 8160916519 ઉ5ર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2,3 અને 6 પર નાગરિકોને રૂબરૂ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરને સવારે 10 થી 11 અને ખર્ચ ઓબ્ઝર્વરને સાંજે 4 થી 5ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular