Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પુનમબેન માડમે રામસવારીનું ભવ્ય સ્વાગત કરી પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવ્યા...

સાંસદ પુનમબેન માડમે રામસવારીનું ભવ્ય સ્વાગત કરી પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવ્યા – VIDEO

ધારાસભ્ય, મેયર, ડે.મેયર, ચેરમેન સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા

- Advertisement -

- Advertisement -

 

છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં ગઇકાલે રામનવમી નિમિતે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્રમંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામસવારી 42 વર્ષ પૂર્ણ કરી 43માં વર્ષમાં પ્રવેશી હતી. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા 26 જેટલા સુંદર અને આકર્ષક ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રામસવારી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકીની મુખ્ય પાલખી સાથેનો સુંદર અને આકર્ષ ફલોટસ તૈયાર કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેને ફુલઝાડના રોપા તથા લીલા રંગની લાઇટો સાથે શણગારવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ વનમાં જે કુટિર બનાવી હતી. તે વન્ય કુટિરની ઝાંખી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રામસવારીનો સાંજે તળાવની પાળ પર આવેલા વિશ્ર્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરેથી પ્રારંભ થયો હતો. જે હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, દરબારગઢ, દિપક ટોકિઝ, બેડીગેઇટ સહિતના રાજમાર્ગો પર ભ્રમણ કરી પંચેશ્ર્વર ટાવર નજીક આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે પૂર્ણ થઇ હતી. આ રામસવારી શોભાયાત્રાના માર્ગ ઉપર ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા રામસવારીનું સ્વાગત કરવાની સાથે સરબત વિતરણ તેમજ પ્રસાદ વિતરણ કરાયું હતું. જામનગરમાં યોજાયેલી 43મી રામસવારીનું ચાંદીબજાર ખાતે જામનગર શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો, ગોપાલભાઇ સોરઠિયા, મનિષભાઇ કટારીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સહિતના મહાનુભાવો તેમજ ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ પણ રામસવારીમાં ઉપસ્થિત રહયા હતા. તેમજ સમગ્ર રામસવારીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular